ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23



આપ્તવાણી - 10 ઉતર્રાધ

સંપાદકીય

ડૉ. નીરુબહેન અમીન

પ્રગટ પરમાત્મા આત્મજ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાન પ્રરૂપિત આપ્તવાણી શ્રેણી-૧૦ બે ભાગમાં વહેંચાયેલી છે, પૂર્વાર્ધ તથા ઉત્તરાર્ધ. જેમાં પૂર્વાર્ધમાં ખંડ-૧ અંતઃકરણ, ખંડ-૨ મનનંુ વિજ્ઞાનનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ખંડ-૩ બુદ્ધિ, ખંડ-૪ ચિત્ત અને ખંડ-૫ અહંકાર સંબંધનાં વિજ્ઞાન ખુલ્લાં થયાં છે.

જ્ઞાની પુરુષ પોતે ખુલ્લંખુલ્લા કહે છે કે અમે અબુધ છીએ. બુદ્ધિ અમારામાં સેન્ટ પણ નથી. અને પોતે મનનાં તમામ લેયર્સ, બુદ્ધિના તમામ લેયર્સ ઓળંગી, ઓળખી, અનુભવીને જ્ઞાનપ્રકાશમાં પ્રવેશ્યા છે. તેમાં રહીને અંતઃકરણનંુ વિજ્ઞાન ખુલ્લંુ કરે છે.

પૂર્વાર્ધમાં મનનંુ વિજ્ઞાન કહી જાય છે, જ્યારે ઉત્તરાર્ધમાં ખંડ-૩માં બુદ્ધિનંુ સ્વરૂપ શંુ ? તેના સ્વભાવ-લક્ષણો શંુ છે ? તેનો જ્ઞાન ડિરેક્ટ પ્રકાશ સાથે સંબંધ શો છે ? બુદ્ધિ સંસારમાં કેટલી હિતકારી છે કે અહિતકારી છે અને મોક્ષમાર્ગે ક્યાં સુધી હેલ્પ કરે ? જ્ઞાનીને ઓળખવા બુદ્ધિ કેવી રીતે હેલ્પ કરે ? સંસારમાં બધા બુદ્ધિ માર્ગો છે, મોક્ષે હાર્ટિલી માર્ગથી જવાય. તે સંબંધે તેમજ બુદ્ધિવાળા જ્ઞાની ઉપદેશકો તેમજ અબુધ આત્મજ્ઞાનીની યથાર્થ ઓળખાણની સંુદર છણાવટ આપે છે. એથી આગળ સામાન્ય જીવન વ્યવહારમાં બુદ્ધિથી ઊભા થતાં ગૂંચવાડા અને તેની ડખોડખલ સાથે ઉકેલ કેવી રીતે મેળવવા, તેની અસામાન્ય સમજ ઉત્તરોતર વાચકને પ્રાપ્ત થયા કરે છે. સૂઝ અને બુદ્ધિ એની સૂક્ષ્મ સમજ ખૂબ જ અદ્ભૂત રીતે જ્ઞાની પુરુષ કહી જાય છે, ત્યારે અક્રમ વિજ્ઞાનની સૂક્ષ્મતમ પરાકાષ્ટાની હદ હ્રદયે સ્પર્શી જાય છે. બુદ્ધિની પરાકાષ્ટા પામીને પછી પર ગયેલા અબુધ જ્ઞાની પુરુષ જ બુદ્ધિના સમગ્ર દ્ષ્ટિબિંદુથી ખુલાસા આપી શકે તેમજ જ્યારે પ્રખર બુદ્ધિશાળીઓના ભેજા તોડી નાખે તેવા તમામ પ્રશ્શનોના, બુદ્ધિ સમાઈ જાય, બુદ્ધિને જરાય ગાંઠે નહીં તેવા અક્રમ વિજ્ઞાનથી અબુધ જ્ઞાની પુરુષ સમાધાની ફોડ આપે છે, ત્યારે જ્ઞાની પ્રત્યે, આ અક્રમ વિજ્ઞાન પ્રત્યે 'અહો ! અહો !' થઈ ધન્યતા અનુભવાય છે.

ખંડ-૪ માં ચિત્તનંુ સ્વરૂપ, તેના ગુણ, તેના ધર્મો, તેના સ્વભાવ, મનથી તેનંુ જુદાપણંુ કેવી રીતે છે, તે આદિની સંુદર સમજણ પ્રાપ્ત થાય છે. જગત આખાના તમામ ધર્મો ચિત્તશુદ્ધિ પામવા માટે જ છે અને અક્રમ વિજ્ઞાનમાં જ્ઞાની પુરુષ બે કલાકમાં તે ચિત્તશુદ્ધિ પ્રાપ્ત કરાવી મુક્તિનંુ દાન આપી દઈ શકે છે. ચિત્તશુદ્ધિની અંશતઃ મૌલિક શુદ્ધતા પામ્યા પછી બાકી રહેલી અશુદ્ધિ, ચિત્તવૃત્તિઓનંુ સ્વરૂપ શંુ, તેની શુદ્ધિના તમામ સાધનો ભિન્ન ભિન્ન દ્ષ્ટિએ પ્રસ્તુત ગ્રંથમાં સમાવેશ પામે છે. ચિત્તનંુ વિજ્ઞાન જ્ઞાની પુરુષ જ્યારે ખુલ્લંુ કરે છે અને સંપૂર્ણ ઊંડાણ જ્ઞાનવાણી દ્વારા સરળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે ત્યારે આધ્યાત્મિક શ્રેણીનો પુરુષાર્થ સહેજે માંડી શકાય તેવી દ્ઢતા અનુભવાય છે. સંસારમાં રહ્યે પણ મુક્તદશા પામ્યાના થર્મોમિટર સુજ્ઞ વાચકને જડી જાય છે.

સંસારી કાર્યોમાં ચિત્તની હાજરી-ગેરહાજરીથી લાભાલાભના સંુદર ફોડ જ્ઞાની આપે છે. ચિત્ત ગેરહાજરીના જોખમો પ્રત્યે લક્ષ દોરે છે. જે સામાન્ય બાબત હોવા છતાં જીવનમાં પ્રત્યેક અવસ્થામાં ચિત્ત હાજરી અનિવાર્ય બની જાય છે. ચિત્ત વધારે ક્યાં ઝલાય છે અને ચિત્ત પ્રમાણથી વધુ ખોવાતંુ જાય તો મનુષ્યમાંથી અધોગતિમાં કઈ દશા પમાય ને ચિત્તશુદ્ધિ થઈ આત્મભાવમાં એક ચિત્ત થઈ જાય તો ઉર્ધ્વગામી દશામાં કઈ શ્રેણી પમાય આદિના સર્વ ફોડ ચિત્તના વિજ્ઞાનમાં સુજ્ઞ વાચકને પ્રાપ્ત થઈ જાય છે.

ખંડ-૫માં સંપૂર્ણ નિર્અહંકાર દશામાં વર્તતા જ્ઞાની પુરુષ અહંકારના ઉદ્ભવ સ્થાનથી માંડીને તેના વિસ્તારના સમગ્ર ડાળાં-પાંદડાં ખુલ્લાં પાડી નાખે છે. અહંકારનંુ સ્વરૂપ શું, તેની વ્યાખ્યા, તેના ગુણધર્મો, લક્ષણો, આત્મા અને અનાત્માના સાંધા પર અજ્ઞાન દશામાં કેવી રીતે અહંકાર ઊભો થાય છે. અને જ્ઞાની પુરુષ પાસેથી જ્ઞાન મળતાં એ અહંકાર વિલય પામે છે, પણ તે કર્મો બાંધનારો અહંકાર વિલય પામે છે. કર્મો ભોગવનારો અહંકાર જે બાકી રહ્યો, ડિસ્ચાર્જ અહંકાર તેનંુ સ્વરૂપ શંુ ? કેવી રીતે કાર્યાન્વિત બને છે ? અને તેની વિકૃતિ સ્વરૂપે ગાંડો અહંકાર ઊભો થાય તો મોક્ષમાર્ગે કેવી રીતે બાધક બને છે ? આદિ તમામ ફોડ પણ પ્રસ્તુત સંકલનમાં મૂકાયાં છે.

અહંકારના ઉત્પત્તિનાં વિજ્ઞાનની સૂક્ષ્મ સાયન્ટિફિક હકીકતો કેવળ આત્મસ્વરૂપની દશાએ વર્તતા જ્ઞાની પુરુષ જ ખુલ્લી કરી શકે. તત્ત્વ વિજ્ઞાનમાં, અહંકારનંુ ઉત્પત્તિસ્થાન શંુ હશે અને તેનો વિલય કઈ રીતે કરવો કે જેથી જન્મ-મરણના, ચતુર્ગતિના ચક્કરમાંથી મુક્તિ મળે. તે સમજ મુક્ત પુરુષ દાદા ભગવાનની પ્રત્યક્ષ સરસ્વતી જ્ઞાનવાણી દ્વારા સુજ્ઞ વાચકને પ્રાપ્ત થાય છે. મનુષ્ય માત્ર ભિન્ન ભિન્ન ડેવલપમેન્ટમાં હોય અને કળિકાળે પ્રકૃતિ વિકૃતપણે વિકસી ગઈ છે. કોઈકને મનનો, કોઈકને બુદ્ધિનો, કોઈકને ચિત્તનો, કોઈકને અહંકારનો રોગ વધી ગયેલો હોય. જ્ઞાની પુરુષે તે કોઈ પણ પ્રકારના રોગથી મંૂઝાતાઓને તેના સ્થૂળથી માંડીને સૂક્ષ્મતમ સુધીના સમાધાની ફોડ આપ્યા છે.

તેમનો અદ્ભૂત જ્ઞાનપ્રયોગ હતો તે બે કલાકમાં અંતઃકરણથી, બાહ્યકરણથી, તમામ સ્થૂળતમથી સૂક્ષ્મતમ કર્મોના આવરણથી પોતાને મુક્ત કરી આત્મસાક્ષાત્કારી પદમાં સ્થિર કરાવી દેતાં અને તે પદમાં રમણતા થવા તેઓની પાંચ આજ્ઞાઓ છે. જ્ઞાન અને આજ્ઞા પામેલા દીક્ષિતોને પછી આ અંતઃકરણથી, મનથી, બુદ્ધિથી, ચિત્તથી, અહંકારથી છૂટા રહી શકાય અને તે બધા અંતઃકરણ સહજ સ્થિતિમાં વર્તે ને સંસાર વ્યવહાર ઉકલે તેવી સંુદર અનુભવગમ્ય સમજની ગેડ પ્રસ્તુત સંકલનમાં પ્રાપ્ત થાય છે.

સમય, સ્થળ, સંજોગ અને અનેક નિમિત્તોના આધીન નીકળેલી અદ્ભૂત જ્ઞાનવાણીને સંકલન દ્વારા પુસ્તકમાં રૂપાંતર થતા ભાસિત ક્ષતિઓને ક્ષમ્ય ગણી અંતઃકરણના મન-બુદ્ધિ-ચિત્ત-અહંકારના આવા અદ્ભૂત વિજ્ઞાનને સૂક્ષ્મતાએ સમજી, પામી, મુક્તિ અનુભવીએ એ જ અભ્યર્થના.

જ્ય સચ્ચિદાનંદ.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23