દાદા ભગવાન કોણ ?
સંપાદકીય

જૂન, ઓગણીસો અઠ્ઠાવનની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં. ૩ પરના રેલ્વેના બાંકડા પર અંબાલાલ મૂળજીભાઈ પટેલ બેઠેલા. સોનગઢ-વ્યારાથી વડોદરા જતાં વચ્ચે તાપ્તી રેલ્વેમાંથી ઊતરી વડોદરા જતી ગાડીની રાહ જોવા જતાં, કુદરતે અધ્યાત્મ માર્ગનું અદ્ભુત આશ્ચર્ય એ સમયે સર્જ્યું !

કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા 'દાદા ભગવાન', અંબાલાલ મૂળજીભાઈ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે સંપૂર્ણપણે પ્રગટ થયા. એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! જગતના તમામ આધ્યાત્મિક પ્રશ્નોના ઉત્તરો દેખાયા ને પ્રશ્નો સંપૂર્ણ વિલય થયા ! જગત શું છે ? કેવી રીતે ચાલે છે ? આપણે કોણ ? આ બધાં કોણ ? કર્મ શું ? બંધન શું ? મુક્તિ શું ? મુક્તિનો ઉપાય શું ?..... એવાં અસંખ્ય પ્રશ્નોના ફોડ દેખાયા. આમ કુદરતે જગતને ચરણે એક અજોડ સંપૂર્ણ દર્શન ધર્યું અને તેનું માધ્યમ બન્યા શ્રી એ.એમ.પટેલ, ભાદરણના પાટીદાર, કંટ્રાક્ટનો ધંધો કરનાર, છતાં પરમ 'સત્'ને જ જાણવાની, સત્ને જ પામવાની ને સત્ સ્વરૂપ થવાની બચપણથી જ ઝંખના ધરાવનાર એ ભવ્ય પાત્ર માંહી 'અક્રમ વિજ્ઞાન' પ્રગટ થયું.

એમને પ્રાપ્ત થયું એ આશ્ચર્ય તો સર્જાયું. પણ એ આશ્ચર્યમાં ય આશ્ચર્ય એટલે એમણે જે જોયું, જાણ્યું ને અનુભવ્યું તે અન્યને પણ એ દ્ષ્ટિ ખોલાવી શકવાની તેઓની એ સમર્થતા ! પોતે પોતાનું કરી છૂટી જનારા ઘણા નીકળે, પણ પોતાની સાથે હજારોને છોડાવવાની સમર્થતા સહિત છૂટનારા તો કેવળ તીર્થંકરો અથવા તો જ્ઞાનીઓમાંય કો'ક જ જ્ઞાની હોય. એવા વિરલ જ્ઞાની કે જેમણે આ કળિકાળને અનુરૂપ 'ઈન્સ્ટન્ટ' આત્મજ્ઞાન પ્રાપ્તિનો અદ્ભૂત માર્ગ ખુલ્લો કર્યો, જે 'અક્રમ' તરીકે ઓળખાયો ! 'અક્રમ' એટલે અહંકારનો ફૂલસ્ટોપ માર્ગ ને 'ક્રમ' એટલે અહંકારનો કૉમા માર્ગ. 'અક્રમ' એટલે ક્રમ નહીં તે. ક્રમ એટલે પગથિયે પગથિયે ઉપર ચઢવાનું ને 'અક્રમ' એટલે લિફટમાં તુર્ત પહોંચી જવાનું ! ક્રમ એ ધોરી માર્ગ છે, કાયમનો માર્ગ છે. જ્યારે 'અક્રમ' એ અપવાદ માર્ગ છે, 'ડાયવર્ઝન' છે.

ક્રમમાર્ગ ક્યાં સુધી ચાલે ? જ્યાં સુધી મન-વચન-કાયાની એકતા હોય, એટલે કે જેવું મનમાં તેવું જ વાણીમાં ને તેવું જ વર્તનમાં હોય, જે આ કાળમાં નિરાપવાદે અશક્ય છે. તેથી ક્રમનો પુલ વચ્ચેથી તૂટ્યો ને કુદરતે મોક્ષમાર્ગ ચાલુ રાખવા આ છેલ્લી તકરૂપે આ 'ડાયવર્ઝન' - 'અક્રમ માર્ગ' જગતને આપ્યો. આ છેલ્લી તક જેણે ઝડપી તે 'પેલે' પાર પામી ગયા.

ક્રમમાર્ગમાં પાત્રની શુદ્ધિ કરતાં કરતાં ક્રોધ-માન-માયા-લોભને શુદ્ધ કરતાં કરતાં અંતે અહંકારને પણ સંપૂર્ણ શુદ્ધ કરવાનો હોય છે, કે જેમાં એક પણ પરમાણુ ક્રોધનું, માનનું, માયાનું કે લોભનું ના રહે ત્યારે અહંકાર સંપૂર્ણ શુદ્ધ થાય ને શુધ્ધાત્મ સ્વરૂપ સાથે અભેદ થાય.

આ કાળમાં આ માર્ગ અશક્ય થઈ પડવાને કારણે 'અક્રમ વિજ્ઞાન'ની સમજણ થકી મન-વચન-કાયાની અશુદ્ધિને અકબંધ રાખી 'ડિરેક્ટ' અહંકાર શુદ્ધ થઈ જાય ને પોતાના સ્વરૂપ સાથે અભેદ થઈ જાય એવું છે. ત્યાર બાદ મન-વચન-કાયાની અશુદ્ધિઓ ક્રમે ક્રમે ઉદયમાં આવે, એટલે તેની સંપૂર્ણ શુદ્ધિ 'જ્ઞાની'ની આજ્ઞામાં રહેતાં સહેજે થઈ જાય.

આ દુષમકાળમાં કઠણ કર્મોમાંય સંસારની સર્વ જવાબદારીઓ આદર્શ રીતે અદા કરતાં કરતાં પણ નિરંતર 'હું શુધ્ધાત્મા છું' એ લક્ષ રહે છે. અને 'અક્રમ વિજ્ઞાન'ની અજાયબ દેણ તો જુઓ ! સાંભળ્યું ના હોય, વાંચ્યું ના હોય, એવી આ અપૂર્વ વાત એકવાર તો માન્યામાં જ ના આવે, છતાં આ હકીકત બની છે.

આવાં અજાયબ 'અક્રમ વિજ્ઞાન'ના પ્રગટીકરણ માટેના પાત્રની પસંદગી કયા લક્ષણોને કારણે કુદરતે કરી હશે એનો ઉત્તર તો પ્રસ્તુત સંકલનમાં એ પાત્રના પૂર્વાશ્રમના પ્રસંગો તેમ જ જ્ઞાન પછીની જાગૃતિની પરાકાષ્ઠાનો પ્રકાશ પાથરતા પ્રસંગો જ કહી જાય છે.

જીવનમાં કડવા-મીઠા પ્રસંગો કોને નહીં પીરસાયા હોય ? એમાંથી 'જ્ઞાની' પણ વંચિત શીદને હોઈ શકે ? જીવનની ચાંદનીનો ને અમાસનો આસ્વાદ જ્ઞાન-અજ્ઞાન દશામાં અનુભવતા જ્ઞાનીની તે પ્રત્યેની દ્ષ્ટિ કંઈ અનોખી, આગવી ને મૌલિક હોય છે. સામાન્ય પ્રસંગો કે જેમાંથી અજ્ઞાની જીવો હજારો વાર પસાર થતા હોય છે, છતાં નથી તેમાં કંઈ અંતરસૂઝ ખીલતી કે નથી કોઈ તે વેદવાની સમ્યક દ્ષ્ટિ દેખાતી. જ્યારે 'જ્ઞાની' તો અજ્ઞાન દશામાં, અરે ! જન્મથી જ સમ્યક દર્શનને પમાડનારી દ્ષ્ટિ લાવેલા હોય છે. પ્રત્યેક પ્રસંગમાંથી વીતરાગ દર્શનને તારવી લઈ પોતે સમ્યક માર્ગ શોધન કરી લે છે. આમ હજારો વાર અજ્ઞાનીઓને અનુભવમાં આવતા પ્રસંગો જેવા જ પ્રસંગોમાં 'જ્ઞાની' કંઈક નવું જ જ્ઞાન ખોળી કાઢે છે.

એમના બાળપણના પ્રસંગો જેવા કે માતાએ વૈષ્ણવ સંપ્રદાયની કંઠી પહેરવા કહ્યું, ત્યારે બોલી ઊઠ્યા - 'પ્રકાશ ધરે તે મારા ગુરુ. કુગુરુ કરતાં નુગરો સારો.' આવા પ્રસ્તુત પ્રસંગો પ્રકાશિત કરતાં, કોઈ વ્યક્તિને કે તે વર્તનને ન જોતાં તેમાં જ્ઞાનીની બાળદશાથી વર્તતી અદ્ભુત વિચારશ્રેણી, અદ્ભુત દ્ષ્ટિ તેમજ જ્ઞાનસ્થિતિ બાદ વર્તતી દશા પ્રત્યે લક્ષ રાખીને તેનો 'સ્ટડી' (અભ્યાસ) કરવા જેવો છે.

પ્રસ્તુત સંકલનમાં જ્ઞાની પુરુષની વાણીમાં બહુ જ સંક્ષિપ્તપણે પ્રસંગો અંકિત થયા છે. અંતર આશય એટલો જ છે કે પ્રગટ જ્ઞાની પુરુષની આવી અદ્ભુત દશાને જગત જાણે-જુએ ને તે પામે એ જ અભ્યર્થના.

-ડૉ. નીરુબહેન અમીનના

જય સચ્ચિદાનંદ.

ધું. એ વખતમાં દસ હજારની કિંમત તો બહુ અને અત્યારે તો દસ હજારની કંઈ કિંમત જ નહીં ને ! મને તે દહાડે મહીં ઠેઠ સુધી અસર પહોંચી હતી, ચિંતા થાય ત્યાં સુધી પહોંચ્યું હતું. એટલે તરત જ એની સામે મને મહીંથી જવાબ મળ્યો કે, 'આ ધંધામાં આપણી પોતાની પાર્ટનરશીપ કેટલી ?' તે દહાડે અમે બે જણા પાર્ટનર હતા, પણ પછી મેં હિસાબ કાઢ્યો કે બે જણા પાર્ટનર તો કાગળ ઉપર છીએ, પણ ખરી રીતે તો કેટલા છે ? ખરી રીતે તો છોકરાંઓ, છોકરીઓ, એમનાં વાઇફ અને મારે ઘેરથી, આ બધાંય પાર્ટનર જ ને ! ત્યારે મને થયું કે આ બધામાંથી કોઈ ચિંતા કરતું નથી, હું એકલો જ ક્યાં આ માથે ઓઢવા બેસું ? એ દહાડે આ વિચારે મને બચાવેલો. વાત તો ખરીને ?

... ખોટની અપેક્ષા તો ?

તે અમેય આખી જિંદગી કંટ્રાક્ટ કરેલો છે અને બધી જાતના કંટ્રાક્ટ કરેલા છે. અને તેમાં દરિયાની જેટીઓ પણ બાંધેલી છે. હવે ત્યાં આગળ, ધંધામાં શરૂઆતમાં શું કરતો હતો ? જ્યાં પાંચ લાખ નફો મળે એવું હોય ત્યાં પહેલેથી નક્કી કરું કે લાખેક રૂપિયા મળે તો બસ છે. નહીં તો છેવટે સરભર થઈ રહે ને ઈન્કમટેક્ષનું નીકળશે ને આપણો ખોરાક-ખર્ચ નીકળશે તો બહુ થઈ ગયું. પછી મળ્યા હોય ત્રણ લાખ. તે પછી જો મનમાં આનંદ રહે, કારણ કે ધાર્યા કરતાં બહુ મળ્યા. આ તો ચાલીસ હજાર માનેલા ને વીસ હજાર મળે તો દુઃખી થઈ જાય !!

જો રીત જ ગાંડી છે ને ! જીવન જીવવાની રીત ગાંડી છે ને ? અને જો ખોટ જ નક્કી કરે તો એના જેવો એકુય સુખિયો નહીં. પછી ખોટ જ નહિ આવવાની જિંદગીમાંય ! કારણ કે ખોટનો જ ઉપાસક છું એવું કહે, તો આખી જિંદગી ખોટ પછી આવવાની જ નહીં. ઉપાસક ખોટનો થયો પછી શું ?

મતભેદ ટાળવા, મુશ્કેલીઓ વેઠી !

ભાગીદાર જોડે અમે પિસ્તાળીસ વર્ષ ભાગીદારી કરી, પણ એક મતભેદ નથી પડ્યો. ત્યારે કેટલી મહીં મુશ્કેલી વેઠતા હઈશું ? અંદરની મુશ્કેલી તો ખરી કે નહીં ? કારણ કે આ દુનિયામાં મતભેદ એટલે શું કે મુશ્કેલીનો સામનો કરવો.

પરિણામે, ભાગીદારે ભાળ્યા ભગવાન !

એટલે જ્ઞાન થતાં પહેલાંય અમે મતભેદ નહીં પડવા દીધેલો. માકણ જોડેય મતભેદ નહીં. માકણેય બિચારા સમજી ગયેલા કે આ મતભેદ વગરના માણસ છે, આપણે આપણો ક્વોટા લઈને ચાલતા થવાનું.

પ્રશ્નકર્તા : પણ તમે જે આપી દેતા હતા, એ પૂર્વનું સેટલમેન્ટ થતું હશે કે નહીં થતું હોય, એની શી ખાતરી ?

દાદાશ્રી : સેટલમેન્ટ જ ! એ કંઈ નવું નથી આ ! પણ સેટલમેન્ટનો સવાલ નથી. અત્યારે નવો ભાવ ના બગાડવો જોઈએને ! પેલું તો સેટલમેન્ટ છે, ઈફેક્ટ છે. પણ અત્યારે નવો ભાવ ન બગડે. નવો ભાવ અમારો મજબૂત થાય કે આ કરેક્ટ જ છે. કંઈ ગમ્યું તમને કે થોડો કંટાળો આવ્યો ?

પ્રશ્નકર્તા : પણ ક્લેશમાંથી મુક્તિ રહે.

દાદાશ્રી : હા, સહન કરવામાં ક્લેશમાંથી મુક્તિ રહે અને ક્લેશમાંથી મુક્તિ એકલી નહીં, સામો માણસ, ભાગીદાર અને એમનું કુટુંબ આખુંય ઉર્ધ્વગતિએ જાય. અમારું આવું જોઈને એમનું મન પણ મોટું થઈ જાય. સંકુચિત મન મોટાં થઈ જાય. ભાગીદારેય રાત-દહાડો જોડે રહ્યા તોય છેવટે એમ જ કહેતા હતા કે 'દાદા ભગવાન આવો. તમે તો ભગવાન જ છો.' જો ભાગીદારને મારી ઉપર પ્રેમ ઉત્પન્ન થયો ને ! જોડે રહ્યા, મતભેદ ના પડ્યો ને પ્રેમ ઉત્પન્ન થયો ! ત્યારે કેટલું બધું કામ કાઢી જાય એ ?

મારે પોતાને માટે મેં કશું નથી કર્યું. એ ધંધો તો એની મેળે ચાલતો'તો. અમારા ભાગીદાર એટલું કહેતા હતા કે, 'તમે જે આ કરો છો એ કરો, આત્માનું અને બે-ત્રણ મહિને તમે એક ફેરો કામ દેખાડી જજો કે આમ છે. બસ, એટલું જ કામ લેતા હતા, મારી પાસે.

પ્રશ્નકર્તા : પણ તો એનીય ગણતરી તો હોય ને ભાગીદારની ? કંઈક મેળવવાની ? ભાગીદાર બનાવે તો પોતાને લાભ થતો હોય તો જ ભાગીદાર બનાવે ને ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : તો એને એ વખતે કયો લાભ થયો ?

દાદાશ્રી : એને તો સાંસારિક, પૈસા બાબતમાં બધો લાભ થાય ને ! એ તો છોકરાઓને કહેતા ગયા હતા કે આ દાદાની હાજરી એ શ્રીમંતાઈ છે. મારે પૈસા ખૂટ્યા નથી કોઈ દહાડોય.

[૫] જીવનમાં નિયમો

ટેસ્ટેડ કરી પોતાની જાતને !

૧૯૬૧-૬૨માં એક ફેરો મેં કહ્યું હતું કે 'એક ધોલ મારી જાય, તેને પાંચસો રૂપિયા આપું.' તો કોઈ ધોલ જ મારવા ના આવે. મેં કહ્યું, 'અલ્યા, ભીડ હોય તો મારને !' ત્યારે કહે, 'ના, બા. મારું શું થાય ?' કોણ મારે ! એવું કોણ કરે આવું ! એ તો મફતમાં આવે છે, તે દહાડે મોટું પુણ્ય ગણવું જોઈએ કે આ આવું મોટું ઈનામ આપ્યું. આ તો બહુ મોટું ઈનામ ! તેય પહેલાં આપણેય આપવામાં બાકી નથી રાખેલું ને, તેનું પાછું આવ્યું છે આ બધું.

હું શું કહેવા માંગું છું કે આ દુનિયાનો ક્રમ કેવો છે કે તમારે ૧૯૯૫માં જે ખમીસ મળવાનાં છે, તે આજે તમે વધારે વાપરી ખાશો તો ૧૯૯૫માં ખમીસ વગર રહી જશો, એવું હું કહેવા માંગું છું. માટે તમે એવી રીતે એને પદ્ધતિસર વાપરો. અને ઘસારો પડ્યા વગર આમ કોઈ ચીજ કાઢી ના નાખશો અને એ ચીજ કાઢી નાખો તો અમુક જગ્યાએ ઘસારો હોવો જોઈએ ને પછી કાઢી નાખો. આવો મારો કાયદો છે. તેથી હું કહું કે આટલો ઘસારો હજી નથી પડ્યો, માટે આ ચીજને કાઢી નાખશો નહીં. કારણ કે એ આટલો જ ખરાબ થયેલો છે, હજુ ચાલે એવો છે, એને ગમે ત્યારે કાઢી નાખો તો એ મીનિંગલેસ થયું ને ! એટલે આ બધી ચીજો તમે વાપરો છો એનો હિસાબ હશે કે નહીં હોય ? એ હિસાબ છે અને એ કેટલો હિસાબ છે કે એક પરમાણુનો પણ હિસાબ છે. બોલો, ત્યાં પોલંપોલ શી રીતે ચાલ્યું જશે ? એવાં 'વ્યવસ્થિત'ના નિયમ છે, પરમાણુના હિસાબ છે. માટે કશું બગાડ કરશો નહીં.

જગતમાં પોલ ચાલે નહીં !

આ અમારે પાણીનો બગાડ કરવો પડે છે. હું જ્ઞાનીપુરુષ છું, તે મને તો, જ્ઞાનીપુરુષને ત્યાગાત્યાગ ન સંભવે, તોય મારે પાણીનો બગાડ કરવો પડે છે. અમારે આ પગે આવું થયેલું તેથી પેલા સંડાસમાં બેસવું પડે. પછી પાણી માટે પેલી સાંકળ ખેંચીએ, તે કેટલા બે ડાબડા પાણી જતું હશે ? અને પાણીનો ત્રાસ છે, પાણી કીંમતી છે એથી ? ના, પણ પાણીના જીવો કેટલા આમ અથડાઈ અથડાઈને વગર કામના માર્યા જાય ! અને જ્યાં એક-બે ડાબડાથી ચાલે એવું છે, ત્યાં આટલો બધો પાણીનો બગાડ કેમ કરાય ? જો કે હું તો જ્ઞાનીપુરુષ છું, એટલે અમે તો આવી ભૂલ થાય કે તરત દવા નાખી દઈએ, એટલે અમારે કેટલાય મહિનાઓ સુધી ચાલ્યા કરે. પણ છતાં દવા તો અમારે પણ નાખવી પડે. કારણ કે ત્યાં ચાલે નહીં, જ્ઞાનીપુરુષ હોય કે ગમે તે હોય પણ કશું ચાલે નહીં. આ પોપાબાઈનું રાજ નથી, તો વીતરાગોનું રાજ છે, ચોવીસ તીર્થંકરોનું રાજ છે ! તમને ગમે છે આ તીર્થંકરોની આવી વાત ?

જાગૃતિ જુદાપણાની !

મને તાવ કોઈ વખત આવે, તો કોઈ પૂછે કે, 'તમને તાવ આવ્યો છે ?' ત્યારે હું કહું કે, 'હા, ભઈ, એ.એમ.પટેલને તાવ આયો છે, તે હું જાણું છું.' 'મને તાવ આવ્યો' એવું કહું તો મને ચોંટી જાય. જેવો કલ્પે એવો થઈ જાય તરત. એટલે હું એવું ના બોલું.

'અમારા' અનુભવની વાત !

હું ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી ના કરું. કારણ કે બીજાં પેસેન્જરો પછી પાછળ પડે છે. મને વાંકું બોલતાં આવડતું નથી. પૉલીશ કરતાં નથી આવડતું. એ પૂછે કે આપનું સરનામું શું, તો હું કહી દઉં એટલે એ પાછો ઘેર આવે. એટલે આ તો બધી વળગાડ પાર વગરની. એના કરતાં મારા સગા ભાઈઓ જેવા બધા થર્ડ ક્લાસવાળા પેસેન્જરો સારા છે. એટલે શું જતાં-આવતાં કો'કની ઠોકરો વાગે તો મહીં શું કષાયભાવ ભરેલા છે તે ખબર પડે. કો'કની ઠોકર વાગી હોય, તે શું કચાશો બધી માલમ પડે. એટલે કચાશો બધી એમ કરીને નીકળી જાય.

પછી આ પગ દુઃખેને એટલે શું કહું, 'અંબાલાલભાઈ, પગ તમને બહુ દુખ્યા, નહીં ? થાકી ગયા છો. કારણ કે આમ ને આમ અકડાઈને બેઠા હશોને એટલે પગ દુખ્યા છે.' એટલે પાછો બાથરૂમમાં તેડી જઉં ને ત્યાં જઈને ખભો થાબડું, 'હું તમારી જોડે છુંને, શું કામ ડરો છો ? અમે શુધ્ધાત્મા ભગવાન છીએ ને, તમારી જોડે.' એટલે પાછા ફર્સ્ટ ક્લાસ થઈ જાય.

મુશ્કેલીમાં આવે ત્યારે ખભો થાબડીને કહેવું. પહેલાં એક હતા, તે હવે બે થયા. પહેલાં તો કોઈનો સહારો જ ન હતો. પોતે જ પોતાની મેળે સહારો ખોળતા રહે. એકના બે થયા. આવું કોઈ ફેરો કર્યું'તું કે નહોતું કર્યું ?

પ્રશ્નકર્તા : કર્યું છે.

દાદાશ્રી : તે ઘડીએ આપણને જુદી જાતનું લાગેને ? જાણે આખા બ્રહ્માંડના રાજા હોયને એવી રીતે આપણે બોલવાનું હોય. આ બધું મારા અનુભવની વાત તમને બધી દેખાડી દીધી.

હું પટેલ સાથે બહુ વાતો કરતો'તો. મને મઝા આવે એવી વાતો કરવાની. અમે હઉ આવડા મોટા છોંત્તેર વર્ષના અંબાલાલભઈને એવું કહીએ ને, 'છોંતેર વર્ષોથી કંઈ ડાહ્યા થયા છો ? એ તો ઘડતરથી ડાહ્યા થયા !'

પ્રશ્નકર્તા : તમે ક્યારથી વાતો કરતા'તા ?

દાદાશ્રી : જ્ઞાન થયા પછી. પહેલાં તો કેવી રીતે વાત કરું હું ? 'હું જુદો છું' એવું ભાન થયું ને પછીથી !

જે પૈણવા બેઠા'તા એય યાદ કરીને અંબાલાલને કહીએ કે, 'ઓહોહો !, તમે તો કંઈ પૈણવા બેઠા'તા ને ! પછી માથેથી પાઘડી ખસી ગયેલી, ત્યારે પછી રાંડવાનો વિચાર આવેલો તમને' એવું હઉ કહું હું. દેખાય પેલું. કેવી પાઘડી ખસી ગયેલી હતી ને કેવું બધું પૈણવામાં માંહ્યરું હતું, તે દેખાય. વિચાર કરતાંની સાથે દેખાય. અમે બોલીએ અને અમને આનંદ આવે. આવી વાત કરીએ એટલે એ ખુશ થઈ જાય !

[૬] પત્ની હીરાબા સાથે એડજસ્ટમેન્ટ !

મતભેદ ટાળવા સાવધાની જ રાખેલી !

પૈણતી વખતે કહે છે, 'સમયે વર્તે સાવધાન.' તે મહારાજે ખરું કહ્યું, જેવો સમય આવે, એવું સાવધ રહેવાની જરૂર, તો જ સંસારમાં પૈણાય. એ જો ઉછળી ગઈ હોય અને આપણે ઉછળીએ તો અસાવધપણું કહેવાય. એ ઉછળે ત્યારે આપણે ટાઢું પાડી દેવાનું. સાવધ રહેવાની જરૂર નહીં ? એ અમે સાવધ રહેલા. ફાટ-બાટ પડવા ના દઈએ. ફાટ પડવાની થઈ કે વેલ્ડિંગ સેટ ચાલુ પાછો !

હું તો ત્રીસ વર્ષનો હતો ત્યારથી બધુંય રિપેર કરી નાખેલું. ઘરમાં પછી ભાંજગડ જ નહીં, મતભેદ જ નહીં. બાકી અમારે પહેલાં લોચા પડી ગયેલા. અણસમજણના લોચા. કારણ કે ધણીપણું બજાવવા ગયેલા.

પ્રશ્નકર્તા : બધા ધણીપણું બજાવે અને આપ ધણીપણું બજાવો, એમાં ફેર તો ખરો જ ને ?

દાદાશ્રી : ફેર ? શેનો ફેર ! ધણીપણું બજાવ્યું એટલે બધું ગાંડપણ ! મેડનેસ કહેવાય !! અંધારાના કેટલા ભેદ હોય ?

પ્રશ્નકર્તા : તોય આપનું જરા જુદી જાતનું હોયને ? આપનું કંઈક નવી જ જાતનું હોયને !

દાદાશ્રી : થોડો ફેર હોય. એક ફેરો મતભેદ બંધ કર્યા પછી ફરી મતભેદ નથી પડવા દેતા ! અને પડ્યો હોય તો વાળી લેતાં અમને આવડે. મતભેદ તો કુદરતી રીતે પડી જાય, કારણ કે હું એના સારા માટે કહેતો હોઉં, પણ તોય એને અવળું પડી જાય પછી એનો ઉપાય શો ? સારું-ખોટું ગણવા જેવું જ નથી આ જગતમાં ! જે રૂપિયો ચાલ્યો એ સાચો અને ના ચાલ્યો એ ખોટો. અમારા તો બધાય રૂપિયા ચાલે. તમારે તો કેટલીક જગ્યાએ નહીં ચાલતો હોય ને ?

પ્રશ્નકર્તા : અહીં દાદા પાસે જ ચાલે, બીજે ક્યાંય ચાલતા નથી.

દાદાશ્રી : એમ ? હશે ત્યારે ! આ ઓફિસમાં ચાલે તોય બહુ થઈ ગયું. આ તો દુનિયાની હેડ ઓફિસ કહેવાય. અમે બ્રહ્માંડના માલિક છીએને ! આવું સાંભળીને તો લોક ખુશ થઈ જાય કે બ્રહ્માંડના માલિક ? આવું તો કોઈ બોલ્યું જ નથી. અને વાતે ય ખરી છે ને ? જેને આ મન-વચન-કાયાનું માલિકીપણું છૂટ્યું એ આખા બ્રહ્માંડનો માલિક ગણાય.

પત્નીને પ્રોમિસ, માટે...

હીરાબાની એક આંખ '૪૩ની સાલમાં જતી રહી. ડૉક્ટર જરા કશું કરવા ગયા, એમને ઝામરનું દર્દ હતું, તે ઝામરનું કરવા ગયા તે આંખને અસર થઈ. તેને નુકસાન થયું.

એટલે લોકોના મનમાં એમ કે આ 'નવો' વર ઊભો થયો. ફરી પૈણાવો. કન્યાની બહુ છૂટને. અને કન્યાના મા-બાપની ઇચ્છા એવી કે જેમ તેમ કરીને પણ કૂવામાં નાખીને પણ ઉકેલ લાવવો. તે એક ભાદરણના પટેલ આવ્યા. તે એમના સાળાની છોડી હશે. તેટલા માટે આવ્યા. મેં કહ્યું, 'શું છે તમારે ?' ત્યારે એ કહે, 'આવું તમારું થયું ?' હવે તે દહાડે '૪૪માં મારી ઉંમર ૩૬ વર્ષની. ત્યારે મેં કહ્યું, 'કેમ તમે આમ પૂછવા આવ્યા છો ?' ત્યારે એ કહે, 'એક તો હીરાબાની આંખ ગઈ છે. બીજું પ્રજા કશું નથી.' મેં કહ્યું, 'પ્રજા નથી પણ મારી પાસે કશું સ્ટેટ નથી. બરોડા સ્ટેટ નથી કે મારે તેમને આપવાનું છે. સ્ટેટ હોય તો છોકરાને આપેલુંય કામનું. આ કંઈ એકાદ છાપરું હોય કે થોડીક જમીન હોય. અને તેય આપણને પાછું ખેડૂત જ બનાવે ને ! જો સ્ટેટ હોય તો જાણે ઠીક છે.' વળી તેમને મેં કહ્યું, કે 'હવે શેના હારુ તમે આ કહો છો ? અને આ હીરાબાને તો અમે પ્રોમિસ કરેલું છે, પૈણ્યો હતો ત્યારે. એટલે એક આંખ જતી રહી એટલે શું કરે હવે ! બે જતી રહેશે તો ય હાથ પકડીને હું દોરવીશ.' એ કહે, 'તમને પૈઠણ (દહેજ) આપીએ તો સારું ?' મેં કહ્યું, 'કૂવામાં નાખવી છે તમારી છોડીને ? આ હીરાબા દુઃખી થઈ જાય. હીરાબા દુઃખી થાય કે ના થાય ?

મારી આંખ ગઈ ત્યારે આ થયું ને ?' અમે તો પ્રોમિસ ટુ પે (વચન) કર્યું. મેં એમને કહ્યું, 'હું કોઈ દહાડો ફરું નહીં, દુનિયા આઘીપાછી થઈ જાય તોય પ્રોમિસ એટલે પ્રોમિસ ! કારણ કે મેં પ્રોમિસ આપેલું છે. પ્રોમિસ આપ્યા પછી ફરી ના જવાય. આપણે એક અવતાર એના માટે, એમાં શું બગડી જવાનું હતું ! બીજા બધા બહુ અવતાર મળવાના છે ! લગ્નમાં ચૉરીમાં હાથ આપ્યો હતો, આપણે હાથ આપ્યો તે પ્રોમિસ કર્યું આપણે. અને આ બધાની હાજરીમાં પ્રોમિસ કર્યું છે. એ પ્રોમિસ આપણે ક્ષત્રિય તરીકે એને આપ્યું હોય, તો એ પ્રોમિસ માટે એક અવતાર મૂકી દેવો પડે !

કેવી સમજણ ? કેવું એડજસ્ટમેન્ટ !

અમેય છે તે કઢી ખારી આવેને, તો ઓછી ખાઈએ અગર તો કોઈ ફેરો કઢી ખાધા વગર ચાલે એવું ના હોય તો ધીમે રહીને જરા પાણી કઢીમાં રેડી દઈએ. ખારી થયેલી, તે સહેજ પાણી રેડીએ એટલે તરત ખારાપણું ઓછું થઈ જાય. તે એક દહાડો હીરાબા જોઈ ગયાં, 'આ શું કર્યું ? આ શું કર્યું ? ઢોળી દો, આ મહીં પાણી રેડ્યું ? ત્યારે મેં કહ્યું કે, આ ચૂલા ઉપર પાણી રેડીએ ત્યારે પછી થોડીવારે બે ઊભરા આવે એટલે તમે જાણો છો કે આ પાકી થઈ ગઈ ને આ અહીં જ પાણી રેડ્યું તે કાચી છે એવું તમે માનો છો ? એવું કશું નહીં આ ! પણ તે ના ખાવા દે બળ્યું, ઉપરેય પાણી જ રેડવાનું છે ને ?

આ તો મનની માન્યતાઓ છે બધી. મને આમ માન્યું માટે આમ, નહીં તો કહેશે, બગડી ગયું. પણ કશું બગડે જ નહીં ને ! એની એ જ પાંચ તત્ત્વોની જ દરેક ચીજો છે, વાયુ, જલ, તેજ, પૃથ્વી ને આકાશ ! માટે કશું બગડવા કરવાનું હોય નહીં.

નિરંતર જાગૃત યજ્ઞે, ફલિત 'અક્રમ વિજ્ઞાન' !

પ્રશ્નકર્તા : પણ દાદા, એ જે તમે કર્યું, એ કેટલી જાગૃતિ કે પાણી નાખ્યું. એને નથી કહેવું કે આમાં મીઠું વધારે પડ્યું છે. એ એને દુઃખ થાય માટે પાણી રેડ્યું.

દાદાશ્રી : હા, અરે, ઘણી ફેરો તો ચામાં ખાંડ ના હોયને, તોય અમે બોલ્યા નથી. ત્યારે લોકો કહે છે કે, 'આવું કરશોને, તો ઘરમાં બધું બગડી જશે.' મેં કહ્યું કે, 'તમે કાલે જોજોને, તે પછી બીજે દહાડે કહે કે કાલે ચામાં ખાંડ નહોતી, તે તમે કશું કહ્યું નહીં અમને ? મેં કહ્યું કે, મારે કહેવાની શી જરૂર ? તમને ખબર પડશેને ! તમે ના પીતાં હોય તો મારે કહેવાની જરૂર પડે. તમે પીવો છોને, પછી મારે કહેવાની જરૂર શી ?

પ્રશ્નકર્તા : પણ કેટલી જાગૃતિ રાખવી પડે છે ક્ષણે ક્ષણે !

દાદાશ્રી : ક્ષણે ક્ષણે, ચોવીસેય કલાક જાગૃતિ, ત્યાર પછી આ જ્ઞાન શરૂ થયું હતું. આ જ્ઞાન એમ ને એમ થયું નથી !

અમે આ જે કંઈ બોલીએ છીએને, તે તમે પૂછો એટલે એ જગ્યાનું દર્શન દેખાય. દર્શન એટલે જે બન્યું તે એમ દેખાય. જેવું બન્યું હતું તેવું આમ દેખાય !

મતભેદ પહેલાં જ, સાવધાની !

આપણામાં કલુષિત ભાવ રહ્યો જ ના હોય તેને લીધે સામાને પણ કલુષિત ભાવ ના થાય. આપણે ના ચિડાઇએ એટલે એય ઠંડા થાય, ભીંત જેવા થઇ જવું એટલે સંભળાય નહીં, અમારે પચાસ વરસ થયાં પણ કોઇ દહાડો મતભેદ જ નહીં. હીરાબાને હાથે ઘી ઢોળાતું હોય તોય હું જોયા જ કરું. અમારે તે વખતે જ્ઞાન હાજર રહે કે એ ઘી ઢોળે જ નહીં. હું કહું કે ઢોળો તોય એ ના ઢોળે. જાણી-જોઇને કોઇ ઘી ઢોળતું હશે ? ના. છતાં ઘી ઢોળાય છે એ જોવા જેવું છે માટે આપણે જુઓ ! અમારે મતભેદ થતા પહેલાં જ્ઞાન ઓન ધ મોમેન્ટ હાજર રહે.

પ્રકૃતિ ઓળખીને સમાધાનમાં વર્ત્યા !

અમારે ઘેરેય કોઈ દહાડો મતભેદ નથી પડ્યો. અમે તો પાટીદારો, એટલે ખાતું જરા જાડું અમારું. એટલે આમ ઘી મૂકેને તે પાટિયું ધીમે ધીમે ડિગ્રીવાળું નમાવવાનું નહીં, તો શી રીતે નમાવતા હઈશું અમે ? આમ નાઈન્ટી ડિગ્રી જ ! અને આ બીજા લોકોને ત્યાં જઈએ તો ડિગ્રી-ડિગ્રીવાળું. તે આ હીરાબા ડિગ્રી-ડિગ્રીવાળા હતા. એટલે મને આ ગમે નહીં કે આ તો આપણી આબરૂ જાય છે. પણ અમે પ્રકૃતિ ઓળખી લીધેલી કે આ પ્રકૃતિ આવી છે. એટલે આપણે ઢોળીશું તોય વાંધો નહીં આવે, એ ઊહેડી લેશે ! એ પણ અમને કહેતા કે 'તમે તો ભોળા છો, બધાને આપી દો છો.' એમની વાતેય ખરીને ! મેં એટલા માટે કબાટની ચાવી એમને આપી દીધેલી. કારણ કે કોઈક આવેને, તે સાચો દુઃખી છે કે ખોટો દુઃખી છે એ જોયા સિવાય એ બોલે કરે એટલે તરત હું આપી દેતો હતો. મારાથી આવી ભૂલો થયા કરે અને સામાને ખોટું એન્કરેજમેન્ટ મળે, એવો હીરાબાનો અનુભવ અને એટલે પછી મેં ચાવી એમને આપી દીધી. આ તો અજ્ઞાનની દશાઓ, જ્ઞાન થયા પછી કોઈ ફેરો મતભેદ નથી થયો.

ફરી જઈનેય ટાળ્યો મતભેદ !

હું તો આ તમને બધાને કહું છું ને તે મારી જાત ઉપર ટ્રાયલ લીધા વગર કહેતો નથી. બધી ટ્રાયલ લઈને પછી કહું છું. કારણ કે મારે વાઈફ જોડે, જ્ઞાન નહોતું તોય મતભેદ નહોતો. મતભેદ એટલે ભીંતમાં માથું અથડાવું. ભલે લોકોને સમજણ નથી, પણ મને પોતાને તો સમજણ પડી કે આ ઉઘાડી આંખે ભીંતમાં અથડાયો, મતભેદ પડ્યો એટલે.

તે મારે એક ફેરો હીરાબા જોડે મતભેદ પડી ગયો. હું હઉ ફસામણમાં આવી ગયો. મારી વાઈફને હું હીરાબા કહું છું. અમે તો જ્ઞાની પુરુષ અમારે તો બધાને 'બા' કહેવાય અને બીજી 'છોડીઓ' કહેવાય. એટલે વાત સાંભળવી હોય તો કહું, આ તો બહુ લાંબી વાત નથી, ટૂંકી વાત છે.

તે મારે હઉ મતભેદ પડી ગયો. હું ફસાયો. હીરાબા મને કહે છે, મારા ભાઈને ચાર દીકરીઓ છે તેમાં પહેલી દીકરી પૈણે છે, એને ચાંદીનું શું આપીશું ? ત્યારે મેં કહ્યું, આ ઘરમાં હોય તે આપી દેજો. ત્યારે એમણે મને શું કહ્યું ? અમારે ઘરમાં મારી-તારી શબ્દ ના નીકળે. આપણું-આપણું જ બોલાય. તે એ એવું બોલ્યાં, કે આ તમારા મામાના દીકરાને ત્યાં તો આવડા આવડા ચાંદીના તાટ આપો છો ! એટલે 'મારી-તારી' થઈ તે દહાડે ! તમારા મામાના દીકરા કહ્યું, આટલે સુધી આ દશા થઈ, મારી અણસમજણ આટલી ઊંધી ! એટલે તરત જ હું ફરી ગયો. ફરી જવાનો વાંધો નથી. મતભેદ પાડવો તેના કરતાં ફરી જવું સારું. તરત જ ફરી ગયો. મેં કહ્યું કે એવું નથી કહેવા માગતો. આમ રોકડા પાંચસો ને એક, આપજોને ! ''હેંઅ ! તમે તો ભોળા ને ભોળા રહ્યા ! બહુ ભોળા ! આટલા બધા રૂપિયા અપાતા હશે ?'' જો જીતી ગયો ને ! મેં કહ્યું 'પાંચસો એક રોકડા આપજો ને વાસણ નાનાં આપો.' ત્યારે એ શું કહે છે 'તમે ભોળા છો ! આટલા બધા અપાતા હશે ?' જો મતભેદ છૂટી ગયો ને ? પણ મતભેદ પડવા ના દીધો ને ઊલટું એમણે મને કહ્યું કે તમે તો ભોળા છો ! આ તો 'મારા' ભાઈને ત્યાં તમે ઓછું આપો છો એ વિચારો એમના મનમાં પેસતા હતા, તેને બદલે એમણ

ે એમ કહ્યું કે આટલા બધા ના અપાય !

ના ચલણી નાણું, ભગવાન ચરણે !

ઘરમાં આપણે આપણું ચલણ ના રાખવું, જે માણસ ચલણ રાખે તેને ભટકવું પડે. અમેય હીરાબાને કહી દીધેલું કે અમે નાચલણી નાણું છીએ. અમને ભટકવાનું પોષાય નહીં ને ! નાચલણી નાણું હોય તેને શું કરવાનું ? એને ભગવાનની પાસે બેસી રહેવાનું. ઘરમાં તમારું ચલણ ચલાવવા જાવ તો અથડામણ થાય ને ? આપણે તો હવે 'સમભાવે નિકાલ' કરવાનો. ઘરમાં 'વાઇફ' જોડે 'ફ્રેન્ડ' તરીકે રહેવાનું . એ તમારા 'ફ્રેન્ડ' ને તમે એમના 'ફ્રેન્ડ' ! અને અહીં કોઇ નોંધ કરતું નથી કે ચલણ તારું હતું કે એમનું હતું ! મ્યુનિસિપાલીટીમાં નોંધ થતી નથી ને ભગવાનને ત્યાંય નોંધ થતી નથી. આપણે નાસ્તા સાથે કામ છે કે ચલણ સાથે કામ છે ? માટે કયે રસ્તે નાસ્તો સારો મળે એની તપાસ કરો. જો મ્યુનિસિપાલિટીવાળા નોંધ રાખતા હોત કે કોનું ચલણ ઘરમાં છે તો હું ય એડજસ્ટ ના થાત. આ તો કોઇ બાપોય નોંધ કરતું નથી !

અમે વડોદરા જઈએ તો ઘરમાં હીરાબાના ગેસ્ટની પેઠ રહીએ. ઘરમાં કૂતરું પેસી ગયું તો હીરાબાને ભાંજગડ થાય, ગેસ્ટને શી ભાંજગડ ? કૂતરું પેસી ગયું ને ઘી બગાડ્યું તો જે માલિક હોય એને ચિંતા થાય. ગેસ્ટને શું ? ગેસ્ટ તો આમ જોયા કરે. પૂછે કે શું થઈ ગયું ? ત્યારે કહેશે, ઘી બગાડી ગયું. ત્યારે ગેસ્ટ કહેશે, અરે, બહુ ખોટું થયું. એવું મોઢે બોલે પણ નાટકીય. પાછું બોલવું તો પડે કે બહુ ખોટું થયું. નહીં તો આપણે કહીએ કે સારું થયું તો આપણને કાઢી મૂકે. આપણને ગેસ્ટ તરીકે રહેવા જ ના દે.

તમારા વગર ગમતું નથી !!!

આ અમે હઉ, હું આટલી ઉંમરે હીરાબાને કહું છું, તમારા વગર હું બહારગામ જઉં છું, તે મનેય ગમતું નથી. હવે એ મનમાં શું જાણે, મને ગમે છે ને એમને કેમ નહીં ગમતું હોય ? આવું કહીએ તો સંસાર ના પડી જાય. હવે તું ઘી રેડને બળ્યું અહીંથી, ના રેડીશ તો લુખ્ખું આવશે ! રેડ સુંદર ભાવ ! આ બેઠાને, હું કહુંને ! મને કહે છે, 'હું હઉ તમને સાંભરું ?' મેં કહ્યું, 'સારી રીતે. લોક સાંભરે તો તમે ન સાંભરો ?' અને ખરેખર સાંભરેય ખરાં, ન સાંભરે એવું નહીં !

ત્યારે કેવા સાચવ્યા હશે ?

મારે અમારા ઘરમાં વાઈફ જો પિસ્તાલીસ વર્ષથી મતભેદ પડેલો નથી. એય મર્યાદાપૂર્વકની વાત કરે, તો હુંય મર્યાદાપૂર્વકની વાત કરું અને એ કો'ક દહાડો અમર્યાદ થઈ જાય તો હું સમજી જાઉં કે એ અમર્યાદ થઈ ગયાં છે. એટલે હું કહું કે તમારી વાત બરોબર છે, પણ મતભેદ ના પડવા દઉં. એમને એમ ના લાગે કે એક મિનિટેય મને દુઃખ દીધું છે. અમનેય એમ ના લાગે કે એમણે દુઃખ દીધું છે.

એક જણે મને પૂછયું કે, ''અત્યારે તમારે વાઈફ જોડે તમારો વ્યવહાર કેવો છે ? લ્યો-લાવો કહો છો ?' મેં કહ્યું, 'ના. હીરાબા કહું છું. એ આવડા છોતેર વર્ષનાં ને હું અઠ્ઠયોતેર વર્ષનો તો લ્યો-લાવો કહેવાતું હશે ? હું 'હીરાબા' કહું છું.'' પછી એ મને કહે છે, 'તમારા તરફ પૂજ્યભાવ ખરો કે ?' મેં કહ્યું, 'હું જ્યારે જઉં છુંને વડોદરા, ત્યારે એ વિધિ કરીને પછી બેસવાનાં. અહીં ચરણે કપાળ અડાડીને વિધિ કરવાનાં. તે રોજેય વિધિ કરવાનાં. આ બધાએ જોયેલું હોય, તો અમે કેવાં સાચવ્યાં હશે કે એ વિધિ કરે ?' કોઈ જ્ઞાનીની સ્ત્રીએ એમની વિધિ કરેલી નહીં. ત્યારે અમે કેવાં સાચવ્યાં હશે ? એ પરથી તમને સમજાયું બધું ?

વિષય છૂટ્યા બાદ, સંબોધ્યાં 'બા' !!!

જ્યારે હીરાબાની સાથે વિષય મારો બંધ થયેલો હશે, (૩૫ વર્ષની ઉંમરે અખંડ બ્રહ્મચર્યમાં આવી ગયા હતા) ત્યારથી હું 'હીરાબા' કહું છું એમને. ત્યાર પછી અમારે કંઈ ખાસ અડચણ આવી નથી. અને પહેલાં જે હતી તે વિષયની સાથમાં, સોબતમાં તો અથડામણ થાય થોડી ઘણી. પણ જ્યાં સુધી વિષયનો ડંખ છે, ત્યાં સુધી એ જાય નહીં. એ ડંખ છૂટો થાય ત્યારે જાય. અમારો જાત અનુભવ કહીએ છીએ. આ તો આપણું જ્ઞાન છે, તેને લઈને ઠીક છે. નહીં તો જ્ઞાન ના હોય તો તો ડંખ માર્યા જ કરે. ત્યારે તો અહંકાર હોયને ! એમાં અહંકારનો એક ભોગ ભાગ હોય કે એમણે મને ભોગવી લીધી અને આ કહેશે, 'એણે મને ભોગવી લીધો.' અને અહીં આગળ (આ જ્ઞાન પછી) નિકાલ કરે છે એ, તો ય પણ પેલી ડિસ્ચાર્જ કચ કચ તો ખરી જ. પણ તેય અમારે નહોતી, એવો મતભેદ નહોતો કોઈ જાતનો.

[૭] જ્ઞાની દશામાં વર્ત્યા આમ !

પ્રત્યેક પર્યાયમાંથી પસાર !

આ તો બધી મેં પૃથક્કરણ કરેલી વસ્તુઓ છે, ને તે આ એક અવતારની નથી. એક અવતારમાં તો આટલાં બધાં પૃથક્કરણ થાય ? એંસી વર્ષમાં કેટલાંક પૃથક્કરણ થાય તે ? આ તો કેટલાય અવતારનું પૃથક્કરણ છે, તે બધું આજે હાજર થાય છે.

પ્રશ્નકર્તા : આટલા બધા અવતારોનું પૃથક્કરણ એ અત્યારે ભેગું થઈ કેવી રીતે હાજર થાય ?

દાદાશ્રી : આવરણ તૂટ્યું એટલે. મહીં જ્ઞાન તો, છે જ બધું. આવરણ તૂટવું જોઈએ ને ? સિલકમાં જ્ઞાન તો છે જ, પણ આવરણ તૂટે એટલે પ્રગટ થઈ જાય !

બધાં જ ફેઝીઝનું જ્ઞાન મેં ખોળી કાઢેલું. દરેક 'ફેઝીઝ'માંથી હું પસાર થયેલો છું અને દરેક 'ફેઝ'નો 'એન્ડ' મેં લાવી નાખેલો છે. ત્યાર પછી 'જ્ઞાન' થયેલું છે આ.

શુદ્ધ ઉપયોગ બોલતી વખતે ય !

આ અમે જે બોલીએ તે ઉપયોગપૂર્વકનું. આ રેકર્ડ બોલે, તેના પર અમારો ઉપયોગ રહેવાનો. શું શું ભૂલ છે ને શું નહીં ? આ સ્યાદ્વાદમાં કંઈ ભૂલ છે તે અમે જોયા કરીએ બારીકાઈથી અને આ બોલે છે તે રેકર્ડ છે. લોકોનેય બોલે છે રેકર્ડ, પણ એ મનમાં એમ જાણે છે કે હું બોલ્યો. અમે નિરંતર શુધ્ધાત્મા ઉપયોગમાં રહીએ છીએ, તમારી જોડે વાત કરતાં કરતાં પણ.

વિધિ વિના ક્ષણ વેડફી નહીં !

અમે તો વાતોમાં શું થઈ રહ્યું એ જ જોયા કરીએ. અમે એક ઘડીવારેય, એક મિનિટેય ઉપયોગની બહાર ના હોઈએ. આત્માનો ઉપયોગ હોય જ.

અમારી વિધિ કરવાની હોયને, ક્યારેક મન નવરું પડ્યું હોય એટલે એ વિધિ મહીં અંદર ચાલુ કરીએ, તે વખતે જરાક સહેજ એમ લાગે કે આ દાદા કશું કાર્યમાં હશે ! મૂડમાં નથી એવું તો ના જ જાણે કોઈ, કંઈ કાર્યમાં હશે, એટલું કાર્ય અમે ચલાવી લઈએ. અમારી વિધિ કરવાની હોયને, તે બાકી રહી ગઈ હોય. બપોરે બધા આવી પડ્યા હોયને, ન જ થઈ હોય. ત્યારે અહીં આગળ નવરાશ મળે એટલે પાછું એય કરી લઈએ પાછું. એય શુદ્ધ ઉપયોગ રૂપે જ.

દાદાનો ઉપયોગ જમતી વખતે...

અમે જમતી વખતે શું કરીએ ? જમવામાં ટાઈમ વધારે થાય, ખઈએ થોડું અને જમતી વખતે અમે કોઈની જોડે વાતચીત ના કરીએ, તોફાન કરીએ નહીં. એટલે જમવામાં એકાગ્રતા જ હોય. અમારાથી ચવાય છે એટલે અમે ચાવીને ખઈએ અને એમાં શું સ્વાદ છે એને વેદીએ નહીં, જાણીએ. એ જગતના લોક વેદે, અમે જાણીએ. કેટલા સરસ ઝીણા સ્વાદને કાઢે, તે જાણીએ કે આવો હતો. એક્ઝેક્ટ જાણવું, વેદવું અને ભોગવવું. જગતના લોકો કાં તો ભોગવે કાં તો વેદે.

અમે તો અહીં ઠંડીમાં અમને ઓઢાડવામાં આવેને તો હું જરા આમ શાલ ખસેડી નાખું. જો ઠંડો પવન લાગે તો જાગે, આમ આખી રાત જાગીએ. અને ના હોય તો ફરી ઉધરસ આવે તેનાથી જગાય. પછી ઉપયોગમાં રહીએ.

અમે કેટલાંય વર્ષથી રાત્રે તબિયત બગડી હોય, રાત્રે ગમે તે થયેલું હોય, પણ એક્ઝેક્ટ સાડા છ એટલે ઊઠી જવાનું. અમે ઊઠીએ ત્યારે સાડા છ વાગ્યા જ હોય. પણ અમે તો સૂતા જ નથી જો કે. અમારે તો અઢી કલાક તો વિધિઓ ચાલે મહીં રાત્રે. સાડા અગિયાર સુધી તો સત્સંગ ચાલે. આમ બાર વાગ્યે સૂઈ જઈએ. સૂવાનું સુખ, આ ભૌતિક સુખો અમે લઈએ નહીં.

સ્ટોર પણ નમસ્કાર કરે 'આ વીતરાગને' !

અમેરિકામાં અમને સ્ટોરમાં લઈ જાય. 'હેંડો, દાદા', કહે. તે સ્ટોર બિચારો અમને પગે લાગ લાગ કરે, કે ધન્ય છે, સહેજ પણ દ્ષ્ટિ બગાડી નથી અમારી પર ! આખા સ્ટોરમાં દ્ષ્ટિ બગાડી નથી કોઈ જગ્યાએ ! અમારી દ્ષ્ટિ બગડે જ નહીં એની પર. અમે જોઈએ ખરા, પણ દ્ષ્ટિ ના બગડે. અમારે શી જરૂર કોઈ ચીજની ? મને કોઈ વસ્તુ કામ લાગે નહીં ને ! તારે દ્ષ્ટિ બગડી જાય ને ?

પ્રશ્નકર્તા : જરૂર પડે એ વસ્તુ લેવી પડે.

દાદાશ્રી : હા, અમારી દ્ષ્ટિ બગડે નહીં. હેય, સ્ટોર અમને આમ નમસ્કાર કર્યા કરે કે આવા પુરુષને જોયા નથી ! પાછો તિરસ્કારે ય નહીં. ફર્સ્ટ ક્લાસ, રાગેય નહીં, દ્વેષેય નહીં. શું કહ્યું ? વીતરાગ ! આવ્યા વીતરાગ ભગવાન !

વીતરાગો વધુ ઉપકારી વિશ્વ કાજે !

આ હું લગ્નમાં આવું તેથી લગ્ન મને ચોંટી ગયું ? આ અમે લગ્નમાં જઈએ પણ સંપૂર્ણ વીતરાગ રહેવાય. જ્યારે મોહના બજારમાં જઈએ ને ત્યારે સંપૂર્ણ વીતરાગ થઈ જવાય અને ભક્તિના બજારમાં જઈએ ત્યારે જરા વીતરાગતા ઓછી થઈ જાય.

તન્મયાકાર વિનાનો વ્યવહાર !

લગ્નના, વ્યવહારના પ્રસંગો પતાવવાના છે. તે વ્યવહારથી હુંય પતાવું છું ને વ્યવહારથી તમેય પતાવો છો, પણ તમે તન્મયાકાર થઈને પતાવો છો ને હું એને જુદો રહીને પતાવું છું. એટલે ભૂમિકા ફેરવવાની જરૂર છે, બીજું કશું ફેરવવાની જરૂર નથી.

જ્ઞાની વર્તે પ્રગટ આત્મરૂપે !

પ્રશ્નકર્તા : આ ત્રણ દિવસથી આ એકનો એક જ વિચાર ઘોળાયા કરે છે કે તમે સવારથી સાંજ સુધી, પંચોતેર વર્ષની ઉંમરે આમ ને આમ બેઠા છો. અને મને અહીંયાં બેસતાં કેટલીય વખત આમ આમ કરવું પડે છે દોઢ કલાકમાં, તો આપની એ કઈ શક્તિ ?

દાદાશ્રી : આ શરીર જૂનું છેને, પણ બીજું અંદર બધું જ જુવાન છે. એટલે એક જ જગ્યા ઉપર બેસીને દસ કલાક હું બોલી શકું છું. આ લોકોએ એવું જોયેલું. કારણ કે આ દેહ ભલે આવો દેખાય છે, પંચોતેરની અસરવાળો, વાળ અસરવાળા છે પણ મહીં બીજું બધું યુવાન છે. એટલે કંઈક જ્યારે આ શરીર ઉપર આફત આવે છે ત્યારે લોકોને હું કહું છું કે, 'ભડકશો નહીં, આ છૂટવાનું નથી. મહીં જુવાન છે હજુ તો !' એટલે પેલાને સ્થિરતા આવે છે. કારણ કે અમારી સ્થિતિ અંદર જુદી છે. એક મિનિટ પણ હું થાકતો નથી. હમણે રાતના સાડા ત્રણ વાગ્યા સુધી અમારી જોડે બેસનાર જોઈએ !

બાકી આમ ફ્રેશનેસ કોઈ દહાડો ગઈ નથી. તમે જ ફ્રેશ રહેશોને, પછી તમને હઉ એવું લાગશે કે દાદાએ અમને ફ્રેશ બનાવ્યા !

પ્રશ્નકર્તા : દાદા, ઉંમર થઈ છે તોય ?

દાદાશ્રી : તોય ! ઉંમર તો આ દેહની થઈને ! આપણી ક્યાં ઉંમર થવાની છે ? અને બીજું શું કે તમને બધાને સાયકોલોજિકલ ઈફેક્ટ હોય. અમને કોઈ જાતની સાયકોલોજિકલ ઈફેક્ટ ના હોય કે 'મને તાવ આવ્યો છે.' એ કોઈ પૂછે તો મોઢે બોલીએ, પણ પછી ભૂંસી નાખીએ પાછું. એટલી જાગૃતિ હોય !

'હું' 'મારા'માં ને 'પટેલ' જગત કલ્યાણની વિધિમાં !

ઘણો ખરો ટાઈમ 'હું' 'મૂળ સ્વરૂપ'માં રહું છું, એટલે 'પાડોશી' તરીકે રહું છું અને થોડોક જ ટાઈમ આમાં આવું છું. 'મૂળ સ્વરૂપ'માં રહું એટલે પછી ફ્રેશનેસને કશું અડે જ નહીંને ! ને રાતેય કોઈ દહાડો ઊંઘ્યો નથી. પાએક કલાક જરા મટકું વાગી જાય એટલું જ, બે વખત થઈને પા કલાક, બાકી ફક્ત આંખ મીંચેલી હોય. આ કાને જરા ઓછું સંભળાય એટલે પેલા સમજી જાય કે દાદાજી ઊંઘી ગયા છે ને હુંય સમજું બરોબર છે. મારે વિધિઓ હોય બધી, તે હું મારામાં હોઉં અને એ.એમ.પટેલ વિધિમાં હોય. એટલે આ જગતનું કલ્યાણ કેમ થાય, એની વિધિ બધી કર્યા કરે. એટલે એ નિરંતર વિધિઓમાં હોય, દહાડેય હોય ને રાતેય હોય !!!

પ્રકૃતિને આમ વાળે જ્ઞાની !

બાકી લોક જાણે કે દાદા નિરાંતે ઓરડીમાં જઈને સૂઈ જાય છે. એ વાતમાં માલ નથી. પદ્માસન વાળીને એક કલાક સુધી અને આ સિત્યોતેરમે વર્ષે પદ્માસન વાળીને બેસવું. પગ હઉ વળી જાય અને તેથી કરીને આંખોની શક્તિ, આંખોનો પ્રકાશ, એ બધું જળવાઈ રહેલું.

જે હું પામ્યો, તે જગ પામો !

હું કહું છુંને કે મારે ભઈ, સત્યાવીસ વર્ષથી તો હું મુક્ત જ છું અને વિધાઉટ ટેન્શન. એટલે ટેન્શન થતું'તું 'એ.એમ.પટેલ'ને. કંઈ મને ન'તું થતું. પણ 'એ.એમ.પટેલ'નેય ટેન્શન થાય છે ત્યાં સુધી આપણે બોજો જ છે ને ! એ પૂરું થાય ત્યારે આપણે જાણવું કે આપણે છૂટ્યા અને તોય દેહ છે ત્યાં સુધી બંધન. અને તે તો અમને વાંધો નથી હવે. બે અવતાર થાય તોય વાંધો નથી. અમારો તો હેતુ શું છે કે, 'આ જે સુખને હું પામ્યો છું એ સુખને આખું જગત પામો.' અને તમારે શેમાં ઉતાવળ છે એ કહો. તમને ત્યાં પહોંચવાની ઉતાવળ છે ?

દાદાઈ બ્લેન્ક ચેક !

આ 'દાદા' એક એવું નિમિત્ત છે, જેવું કે દાદાનું નામ દેને, તો પથારીમાં હલાતું-ચલાતું ના હોય તોય ઊભું થઈ જવાય. માટે કામ કાઢી લો. એટલે નિમિત્ત એવું છે. તમારે જે કામ કરવું હોય તે થાય એવું છે, પણ એમાં દાનત ખોરી ના રાખશો. કોઈકને ત્યાં લગનમાં જવા માટે શરીર ઊભું થાય એવું ના કરશો. અહીં સત્સંગમાં આવવા માટે ઊભું થાય એવું કરજો. એટલે દાદાનો ઉપયોગ સારી રીતે કરજો. એમાં દુરુપયોગ પછી ના થવો જોઈએ. કારણ કે દુરુપયોગ ન થાય તો પછી એ દાદા ફરી મુશ્કેલીના ટાઈમે કામ લાગશે. માટે આપણે એમ ને એમ વાપરવા નહીં.

એટલે આ દાદાના તો બ્લેન્ક ચેક, કોરો ચેક કહેવાય. એ વારેઘડીએ વટાવવા જેવો નહીં. ખાસ અડચણ આવે તો સાંકળ ખેંચજો. સીગરેટનું પાકીટ પડી ગયું હોય અને આપણે ગાડીની સાંકળ ખેંચીએ તો દંડ થાય કે ના થાય ? એટલે એવો દુરુપયોગ ના કરવો.

આપાપણું સોંપી દીધું !

જુઓ, હું તમને કહી દઉં. આમ કરતાં કરતાં ઘણો કાળ અમારો ગયો. તેથી તમને તો હું સહેલો રસ્તો બતાડું છું. મારે તો રસ્તા ખોળવા પડેલા. તમને તો હું જે રસ્તે ગયેલો એ રસ્તો દેખાડી દઉં છું, તાળાં ઊઘાડવાની ચાવી આપી દઉં છું.

આ 'અંબાલાલ મૂળજીભાઈ પટેલ' છે ને, એમણે પોતાનું આપાપણું છોડીને ભગવાનને જ સોંપી દીધું છે. તે ભગવાન એમનું બધું સંભાળી લે છે. અને એવું સંભાળે છે ને, ખરેખરું ! પણ પોતાનું આપાપણું છૂટી ગયું, અહંકાર ગયો ત્યાર પછી. બાકી, અહંકાર જાય એવો નથી.

એટલે અમને તો ત્યાં મુંબઈ કે વડોદરા કેટલાક પૂછે કે, 'દાદા, તમે વહેલા આવ્યા હોત તો સારું.' ત્યારે મેં કહ્યું, 'પોટલાની પેઠ મને તેડી લાવે છે ત્યારે અહીં આવું છું ને પોટલાની પેઠ લઈ જાય છે ત્યારે જાઉં છું.' ત્યાર પછી એ સમજી જાય. તો કહે કે, 'આ પોટલાની પેઠ કહો છો ?' અરે, આ પોટલું જ છે ને, ત્યારે બીજું શું છે તે ? મહીં ભગવાન છે આખા, પણ બહાર તો પોટલું જ છે ને ! એટલે પોતાપણું રહ્યું નહીં ને !!

મહાત્માઓ ભગવાન થઈને રહેશે એક દિ' !

પ્રશ્નકર્તા : આપે જે કહ્યું કે અમને બધાને તમે ભગવાન બનાવવા માગો છો, એ તો જ્યારે બનીએ ત્યારે ખરું. અત્યારે નથી થયાને ?

દાદાશ્રી : પણ એ થશેને ! કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે ! જે બનાવનારો છે એ નિમિત્ત છે. અને બનવાની જેને ઇચ્છા છે, એ જ્યારે બે ભેગા થયા કરશે, તો એ થશે જ ! બનાવનાર ક્લિયર છે અને આપણું ક્લિયર છે, આપણી દાનત બીજી નથી. એટલે એક દહાડો બધા અંતરાય તૂટી જશે ને ભગવાન થઈને ઊભો રહેશે, જે આપણું મૂળ સ્વરૂપ જ છે !

- જય સચ્ચિદાનંદ.